વાર્તા : મહેંદી .

06:57 PM Apr 15, 2024 |


ખુશનુમા પ્રભાતે વેલોની ઉઠી. એ સ્વગત બોલી, 'આપેક્ષ મારી મહેંદી પાડે છે...! હા આપેક્ષ તારી પત્ની અપવિત્ર ઢીગલી છે...! જે આધિરની સોગાદની એક કડી છે...! આધિરે મારા સ્વપ્નોને આગ ચાંપી નહીં હોત તો આજે હું એની સૈયાસંગીની બની ગઈ હોત...! સારું થયું, ગત રાત્રે એ પાપીનું મલીન શરીર, ધરતી ઉપર લોહી તરસી લાશ બની ફગોળાય ગયું...!'

અરે ઓ જિંદગી શીદને ગમગીન તું રહે છે.

ક્યાં તને કોઈ શરતોની બેડીમાં જકડી છે.

મેં  તને  અપેક્ષાની રેશમી દોરીથી બાંધી છે

ઘણું  છે, દિલમાં  વલોવાતું,  ધ્યાનથી  સાંભળજે

વેલોની  બીલ્લીપગે  પોતાના બંગલાની પાછળ આવી,  અડધા પોણા કલાક  પહેલાં.  જ્યારે એણે  બંગલાનું પટાંગણ છોડયું હતું ત્યારે   એણે  પોતાના ઓરડાની બારી પાસે  મૂકેલી નીસરણી  હજુ  જેમની  તેમ ત્યાંજ ઉભી હતી.  જાણે  એ વેલોનીની  જ  પ્રતિક્ષા  નહીં કરીત હોય!  પોતાના કમરામાં આવી વેલોનીએ ફરીથી કેશ વ્યવસ્થિત  કર્યાં અને મેકઅપ ઠીક કર્યો.  લગ્ન સમયે   પહેરવાની આર્ટિફિશિયલ જ્વેલરી, પોતાના અંગો ઉપર  પહેરી, એ  બીછાના  ઉપર બેસી ગઈ. અચાનક  એના ઓરડાના દરવાજે  કોઈકે ટકીરા  માર્યા.  કમાડ  ખુલ્લા છે.  કોણ આવ્યું?  વેલીની બોલી.

'બેટી  હું મીનળ મમ્મી' કહી મીનળ કમરામાં  પ્રવેશી. એણે  વેલોનીના  માથે  હાથ ફેરવ્યો.  મીનળ બારીકાઈથી કમરાની અંદર ખૂણે  ખૂણે નજર  કરી ને બોલી......

'પુરોહિતોએ  લગ્ન પહેલાંની  પ્રાથમિક વિધિ પતાવી દીધી છે. હવે જે શ્લોકો બોલાય છે, તે બધા નદીઓ, કન્યાંનાં સંબંધીઓ અને સૌને સાવધાન રહેવાનો આદેશ આપે  છે. ''કન્યા દાન  દાતા. સાવધાન'' બોલાશે, એટલે તારા  ધુ્રવમ પપ્પા તને  લેવા ઓરડામાં આવશે.  બેટી, આપેક્ષ ખૂબ જ  પ્રેમાળ અને હોનહાર યુવાન છે. એના  પિતા નિરજ રાજ્યનાં  ગૃહપ્રધાન   છે.  તને બધી જ માહિતી  છે. 'નિવૉક વેલીનીને જોઈને. મીનળ એની પાસે બેઠી  અને ફરીથી  આમ તેમ  નજર  કરીએ ત્યાંથી ઉઠી.

દસેક  મિનિટ  પછી એના પપ્પા કમરામાં પ્રવેશ્યા એની સાથે એનાં સાળા વ્રજેશ પણ હતા... 'ચાલો ભાણી બેન....! પરાયા ધાનની  વિદાયની વેળા  આવી ગઈ.... ભાણી,  તું મામાને યાદ રાખજે... તારા સસરાને કહી, એકાદ સરસ એજન્સી અપાવજે અને ત્રણેય હળવું હાસ્ય  કરી ઉઠયાં.

વેલીનીને સાથે રાખી ધુ્રવમ  લગ્નમંડપમાં  આવ્યા. વેલોનીને  સખીઓએ  એનો પાલવ   ઠીક કર્યો અને ધીમેથી  કાનમાં કહ્યું, ' આપેક્ષ  જાન લઈને  મંડપના દરવાજે  ઉભો  છે..... બહુ ઉતાવળ  કરતો હતો. અમારી વેલોનીનો હાથ પકડવાની  !  પણ .... ધ્યાન રાખજે.... ,  પ્રથમ  રાત્રીએ સસ્તામાં વશ નહીં થઈ જતી.... ડાયમંડ  સ્ટડેડ બેંગલ જરૂર માગજે...' અને બહેનપણીઓ હસી પડી.

દસેક  મિનિટ   વીતી નહીં વીતી ત્યાં  વરરાજાની પધરામણી થઈ. બંને પક્ષના પુરોહિતોએ  વરકન્યા વચ્ચે આંતર વસ્ત્ર રાખ્યું અને  વૈદીક શ્લોક દ્વારા દેવોને આવાહ્ન કરી. વરકન્યાના  મંગળફેરાનું  સાક્ષીકરણ  કરવા આવાહન  કર્યું.

વેલોનીનું  ચિત્ત આ  મંગળવિધિમાં  ચોટયું નહીં. એ  વારંવાર મંડપના અંતે આવેલા ગેઈટ    તરફ નજર કર્યા કરતી હતી.  એક અદ્રશ્ય કંપન એના શરીરમાં અવારનવાર  પ્રસર્યા  કરતું હતું. કંઈક અશુભ થશે એવો ડર એને સતાવ્યા કરતો હતો.

અડધા  કલાક પછી   સપ્તપદીના સાત ફેરાની  વિધિ શરૂ થઈ. અચાનક એની નજર ગેટ  ઉપર પડી. ત્રણ ચાર પોલીસકર્મી  ગેટ ઉપર ઉભેલા  સિક્યુરિટી  ગાર્ડ સાથે વાતચીત  કરી રહ્યા હતા.  વેલોનીની આંખે  અંધકાર છવાટા ગયો.  એ સ્વગત  બોલી, ''હવે એ લોકો મારી પાસે આવશે.... મારા હાથોમાં બેડી પહેરાવશે અને સૌની નજર  સમક્ષ મને ઉપાડી જશે.  યોજકાગ્નીની જ્વાળાઓ   બૂઝાય જશે શરણાઈઓના સૂર હવામાં વિલિન થઈ જશે.... મંગળગીતોના શબ્દ મૃત  શરીર બની  ધરતી ઉપર  ઢળી પડશે....!   હું  કેવા પ્રપંચમાં  ફસાય ગઈ કે મેં મારા અમીર  પિતાની  ઈજ્જત,  ધૂળમાં  ભેળવી....! શહેરની  બીલ્ડર જમાતમાં  એમની  કિંમત કોડીની થઈ જશે....'  અચાનક એક પોલીસ  ઓફિસર  નિરજ પાસે આવ્યો અને  એને સલામ કરી કંઈક  વાતચીત કરવા લાગ્યો.તે બંનેએ વેલોની તરફ નજર કરી, કંઈક  મસલત કરતા હતા.  દરમિયાનમાં  રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી પણ તેઓની વાતોમાં જોડાયા....!

'હવે  મારું આવી બન્યું. આ તો વાત વધી ગઈ લાગે છે..... શું  થશે, મારું?  વેલોની સ્વગત બોલી.....! માંડ માંડ એણે સાતમો ફેરો પૂરો કર્યો....!  બધા પોલીસકર્મીને મંડપ છોડી બહાર જતા જોઈને એણે  ઘડીક નિરાંતનો  દમ લીધો.  એ સ્વગત  બોલી,  'કદાચ રાજ્યના  ગૃહપ્રધાન.  મારા સસરાએ ચાલચલાવે તો વાતનું પીંડલુ વાળ્યું લાગે છે..... પરંતુ એ  મને છોડવાનાં નથી...!  એક વિષજાળામાંથી   નીકળી. હવે હું બીજી  વિષ જાળામાં તો  ફસાય નથી....! શું મારા સસરાજી  મારું  બ્લેકમેઈલિંગ કરશે?   ઓહ.... મારા  ભગવાન...!  પરંતુ એની વિચારતંદ્રા તૂટી. લગ્ન વિધિ પૂર્ણ થઈ ગઈ.  આપેક્ષે  એનો હ ાથ પકડી  કહ્યું.

'વેલોની ..... તારું  ધ્યાન ક્યાં હતું....? કદાચ પપ્પા  પાસે આવેલા પેલા પોલીસકર્મીઓ  તરફ હતું.   અ....રે....!  આ બધું તો રોજનું લાગ્યું રહેશે...' હવે તુ રાજકીય ખાનદાનની  સદ્સ્ય  બની  છે.... તું  પણ ધીમે ધીમે ટેવાઈ જશે.'

'હા, આપેક્ષ...!  પરંતુ હું પોેલીસકર્મી તરફ નહીં,  મારા મમ્મી  પપ્પા તરફ જોતી હતી.  કેટલા ઉદાસ છે, એ બંને...!  આપેક્ષ, પોતાના વ્હાલના કટકાને પરાયા હાથમાં સોંપતા  કયાં  મા-બાપની  આંખડી સૂકાય....! ખેર,  આપણા  બંનેના પપ્પાની  પરસ્પરની  પહેચાન આજે  પારિવારિક  સંબંધે બંધાઈ  રહી છે......આ  બાજીના આપણે બંને તો બે પાત્ર સમાન  છીએ...' વલોનીનો  કંઠ  ભરાઈ આવ્યો. એણે હાલ પૂરતું તો પતિથી એક સત્ય  છૂપાવ્યું  છે,  પરંતુ  ક્યાં સુધી એ ગુપ્ત રહેશે....!  એક ક્ષણે તો એ ધરતી  પાડી  ધરા બહાર  આવતા લાવારસની  માફક  બહાર આવી  મારી જિંદગીને જરૂર દઝાડશે.  દુ:ખદ  ચહેરેવેલોની સ્વગત બોલી.

લગ્નવિધિ  આટોપાઈ ગઈ.  વેલોની  શ્વસૂર ગૃહે આવી ગઈ....!  આપેક્ષની મુંહબોલી  બહેને,   વેલોનીને   એનો ઓરડા બતાવી કહ્યું..... 'વેલોની  તારા પરિવારમાં તો તું  તારા પતિ અને સસરા  ત્રણ જણા  છે...  અમે  તો મહેમાન છીએ. હવે નીકળી જઈશું....  અને એ કમરો છોડી ગઈ.

અડધા-એક  કલાકપછી આપેક્ષ  વેલોની પાસે આવ્યો.  એણે હળવા  હાથે વેલોનીનો  ઘુંઘટ હટાવ્યો.... એના   મહેંદી  ભરેલાં હાથો  ચૂમી કહ્યું....'હાથોમાં  આપેક્ષનો  ''એ''  ચીતરાવ્યો  છે,  કેમ....! લવ .યુ ડાર્લિંગ .... કહી એ વેલોનીનાં  ખોળામાં માથું   ઢાળી સૂઈ ગયો.

'પપ્પાજી એમના ઓરડામાં આવી ગયા...?  એમને કંઈક જોઈતું હોય,  તો આવી આવ્યો...? વેલોની  આપેક્ષના વાંકડીયા કેશમાં અંગૂલી   ફેરવી બોલી.

'હા....,  હું પપ્પા  સાથે જ બેઠો  હતો.  મહેમાનો વિદાય થઈ ગયા...., એ પછી હું આવ્યો. બોલો બીજું કંઈક  જાણવું છે?  અને... એ મરક મરક હસવા લાગ્યો....

'આપેક્ષ....!  હું   બહુ  થાકી ગઈ  છું....! સુહાગરાત આવતીકાલે ઉજવીશું....' વેલોની બોલી....

'ના....ના...! લે આ ડાયમંડ નેકલેશ, બેંગલ અને અન્ય બધું અને  મને મારી મનભાવન ભેટ આપી. આરામથી   સૂઈ જા કહી આપેક્ષે   વેલાનીને પાસે ખેંચી લી....ધી.....

વેલોનીના ના મરજી  હોવા છતાં, એ આપેક્ષની  વિશાળ ભૂજાઓમાં  ભીંસાવા લાગી....! એણે હળવી  ચીસ પાડી....!  પરંતુ એરકન્ડિશનરની  ઠંડી હવાની લહેરમાં. એ ચીસ પણ  હીમશીલા બની.   એક ખૂણા ઉપર ફસડાય પડી.

એક પછી એક  વસ્ત્રો દૂર ફેંકાવા લાગ્યા..... શરીરનો બોજો હળવો  થવા લાગ્યો.

ઘરેણાં દૂર ફેંકાવા લાગ્યાં... મખમલી વદન આપેક્ષનાં અધરોનાં બિંદુથી ભીંજાવા લાગ્યું. વિદ્યુતબત્તીઓ આંખો બંધ કરી નિંદ્રાધીન બની ગઈ. ઓરડામાં જાણે શૂન્યાવકાશ પ્રસરી ગયો હોય, એમ બે યુવા દિલોનાં સીસકારા સવાય અન્ય કંઈ જ જાગૃત અવસ્થામાં અસ્તિત્વ ધરાવતું ન હતું...! બધું જ મૃતપાય બની ગયું હતું.

ખુશનુમા પ્રભાતે વેલોની ઉઠી. એ સ્વગત બોલી, 'આપેક્ષ મારી મહેંદી પાડે છે...! હા આપેક્ષ તારી પત્ની અપવિત્ર ઢીગલી છે...! જે આધિરની સોગાદની એક કડી છે...! આધિરે મારા સ્વપ્નોને આગ ચાંપી નહીં હોત તો આજે હું એની સૈયાસંગીની બની ગઈ હોત...! સારું થયું, ગત રાત્રે એ પાપીનું મલીન શરીર, ધરતી ઉપર લોહી તરસી લાશ બની ફગોળાય ગયું...!'

નાહી ધોઈને વેલોની દીવાનખંડમાં આવી. કદાચ એનાં સસરા નિરજ હજુ ઉઠયા ન હતા. આપેક્ષને તો નિદ્રાધીન અવસ્થામાં છોડી. એ અહીં આવી હતી...

'મેમ, તમારી ચા લાવું? દશ મિનિટમાં નાસ્તો પણ તૈયાર થઈ જશે! અ..ને... કંઈક યાદ આવતાં એ બોલી, 'સોરી...! હું શીતલ...! પ્રીતિ અને નર્તકી કીચનમાં છે. રામુ નાસ્તો બનાવે છે...! કાશી અને રૂઢ મોટા સાહેબથી પથારી ઠીક કરે છે...'

'મોટા સાહેબ, એટલે... નિરજ...?' વેલોની બોલી.

'હા...! ભોંયરામાં આપણું જીમ સેન્ટર છે. સાહેબ ત્યાં ડેઈલી કસરત કરે છે...! નાના સાહેબ તો લહેરી પંખી...! જાય તો જાય... નહીં તો હરિ હરિ...' અ..ને.. શીતલ હસી પડી...

'ઠીક છે...! તું જા... અમે ત્રણેય એક સાથે નાસ્તો લઈશું.'

શીતલ જતાં જ વેલોનીએ વર્તમાનપત્ર હાથમાં લીધું. બોલ્ડ લેટરોમાં આધિરનાં ખૂનનાં સમાચાર એણે વિગતે વાંચ્યા. એ સ્વગત બોલી - 'તો.. જે પેલી બાઈ હતી એ કજરીબાઈ હતી...! મુગલીશરાઈની રાતી વસતિની રાણી...! ઓ..હ... તો શું ગઈ કાલે મારો પાપી પ્રેમી આધિર મને આ રાતી વસતિમાં વેંચવાનો હતો! કદાચ સોદાની રકજકમાં જ એ બંને વચ્ચે ઝપાઝપી થઈ હશે અ..ને...!  એને ગત રાત્રિની ઘટના યાદ આવી... હા..! મારા પપ્પાનો બંગલો છોડી હું ધોરી માર્ગ ઉપર પહોંચી હતી. આધિર એક ટેક્સી સાથે ત્યાં ઊભો હતો. હું ઝડપથી એ ટેક્સીમાં બેસી ગઈ હતી. ડ્રાઈવરે કાર ચોકબજારની એક રેસ્ટોરાં પાસે થોભાવી હતી. અમે બંને ત્યાં ઉતરી ગયાં હતાં. આધિરે મારા હાથમાંથી પચાસ લાખ રૂપિયા ભરેલી બ્રીફકેસ લઈ લીધી હતી. તારાં ઘરેણાં લાવી નથી...?' બ્રીકકેસ લેતાં એ બોલ્યો હતો.

'ના... આધિર...! આ રકમ પણ મેં માંડ માંડ તફડાવી હતી.. મારા ઉપર મારી માતાનો પહેરો ચોવીસ કલાક રહેતો હતો. ઘરેણાં તો લગ્નમંડપમાં મારા સસરાને સોંપવાનું નક્કી થયું હતું,' મેં આધિરને કહ્યું હતું.

'આ હૉટેલ માલિક મારો મિત્ર છે. બ્રીફકેસ ત્યાં મૂકી દઉં છું...! મ્યુનિસિપલ બિલ્ડિંગ પાસે એક નવું મકાન બાંધકામ હેઠળ છે ત્યાં મારી આન્ટી ઊભી છે. એની સાથે આપણે તેનાં ઘરે જઈશુ,' આધિરે મને કહ્યું હતું. હું અને આધિર નિર્ધારિત સ્થળે આવ્યાં હતાં...! 'વેલોની કજરી આન્ટી પણ આવી ગયાં છે. તું અહીં થોભી જા... હું એની સાથે બધું ફાઈનલ કરી દઉં...' આધિર બોલ્યો હતો.

દશેક મિનિટ બંને સાથે કંઈક તીખી રકઝક ચાલી રહી હતી... દલીલ કરતાં કરતાં એ બંને પણ બિલ્ડિંગના એક કમરામાં આવ્યાં હતાં. આધિર કજરી આન્ટીના હાથમાંથી કેરી બેગ ખેંચી રહ્યો હતો... હવે વાત બહુ આગળ વધી ગઈ હોય એવું મને લાગ્યું હતું. બંનેએ એક બીજાની છાતી ઉપર રિવોલ્વોર ધરી દીધી હતી. મેં આધિરને બચાવવા મારી પાસે પડેલો સળિયો ઉઠાવ્યો હતો. મારી ઇચ્છા તે સળિયાનો પ્રહાર કજરીના માથા ઉપર કરવાની હતી, પરંતુ કજરીએ એ સળિયો મારા હાથમાંથી ખેંચી લઈ મારા પગ ઉપર પ્રહાર કર્યો હતો... ઓહ...! આ બલાનાં તો માગ્યાં મૂલ્ય મળશે...! રાણી જંગલી બિલ્લી છે...! ભલભલાને ઘાયલ કરશે...' એ બોલી હતી અને મારા તરફ તાકી રહી હતી.

ક્ષણેક હું બેહોશ થઈ ગઈ હતી. મને જ્યારે હોશ આવ્યું હતું ત્યારે કજરી અને આધિરની લાશ ત્યાં પડી હતી. હું ગભરાઈ ગઈ હતી... હું ત્યાંથી ભાગી હતી...! સલામતી ખાતર હું મારા પિતાનાં બંગલે આવવા નીકળી હતી. મેં એક થ્રીવ્હીલર ભાડે કર્યું હતું અને ચૂપચાપ હું બંગલે પહોંચી હતી.

'અ..રે... બેટી વેલોની..! બહુ જલદી ઊઠી ગઈ. આપેક્ષ તો સૂતો હશે' અ..ને... મારા સસરા બિલકુલ મારી સમીપ આવી બેસી ગયા...! એ બોલ્યા હતા.

'વેલોની ગઈકાલની ગોઝારી ઘટના સતાવે છે? ચિંતા નહીં કરીશ. હું તારી શ્વસૂર હોમ મિનિસ્ટર ક્યારે તારા કામ આવવાનો છું...! બંને પાપીના મોત તારે હાથે થયાં હો...વા...ના... પૂરાવા' પરંતુ નિરજને અટકાવી વેલોની બોલી...

'પપ્પા...! ખૂન મેં કર્યું ન..થી.. હું.. ઊં..તો..'

'શા માટે ઘટનાનું પોસ્ટમોર્ટમ કરે છે...! દીવાલોને પણ કાન હોય છે...! હવે સાંભળ... બધા દર્દનું ઓસડ છે.., આ રાજકારણ પાસે...! દશ મહિના પછી રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે. આપેક્ષને તો એની યુવાપેઢીની વિંગનાં પ્રમુખ પદાંથી ઉપર જવું નથી...! હું તને ભાવી કાયદામંત્રી તરીકે રાજ્યની સેવા કરતી જોવા માગું છું..! આજથી તું મારી સાથે સર્વત્ર ફરવાનું શરૂ કરી દે...! જે પોલીસકર્મીનો તને ડર સતાવે છે, એ તને સલામ ઠોકશે. તારી જબાન ઉપર તાળું મારી દે... આ તાળાંની ચાવી તારા મારા સિવાય અન્ય કોઈના ંહાથમાં જવી જોઈએ નહીં, સમજી...!' અ..ને.. નિરજ વેલોનીનો હાથ દબાવી ખંધુ હાસ્ય કરવા લાગ્યો.

વેલોનીને શ્વસૂરની હરકતે જરૂર ડરાવી દીધી, પરંતુ એ જાણતી હતી કે આવા મોટા પરિવારોમાં આવું ચલ્યાજ કરતું હોય છે...! એ સ્વગત બોલી 'આધિર તેં મને ઊંડી ખીણમાં ડુબાડી છે...! હવે આ ખીણમાં રહેલી હું ના તો જાન ઘૂમાવીશ, ના... બહાર નીકળીશ...! ભલે આજે તો મારા રહસ્યની તિજોરીની ચાવી. નિરજ પાસે સલામત લાગતી હોય, પરંતુ શું એ ચાવી મને બતાવીને એ બ્લેક મેઈલિંગ તો નહીં કરે ને... ખે..ર..! હવે પસ્તાવો કરવાનો શું અર્થ...! જે બાજી બીછાવી છે, એ ખેલવી તો પડશે જ...! કોની કડી કોને પરાજિત કરશે. એ તો ભવિષ્ય કહેશે...! આજે તો આ મહેંદી ભરેલો હાથનો રક્તવણ ખૂનથી રંગાયો છે..! બચવા માટે કોઈ માર્ગ દેખાતો નથી... રાજકારણ ગંદુ ખાબોચિયું હોય છે, એવું સાંભળ્યું હતું, પરંતુ હવે તો ખ્યાલ આવે છે કે આખો સમાજ જ ગંદા ખાબોચિયાં સમાન જણાય છે. હું આધિર, કજરીનાં હાથે વેચાઈ ગઈ હોત તો દરરોજ કેટલાયના બિસ્તર ગરમ કરવા પડયાં હોત.. હ..વે..તો...' અ..ને.. એ આગળ વિચારી શકી નહીં...

'વેલોની ડાર્લિંગ.., તું ઉઠી ગઈ હતી..! ચાલ નાસ્તો કરી લઈએ. સવાર સવારમાં પપ્પા સાથે શું રાજકારણ ચર્ચી રહી હતી..?' આપેક્ષે વેલોનીની વિચારતંદ્રા ખંડિત કરી...! એ ત્રણે ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાયાં.

- ઈશ્વર અંચેલીકર