+

દાવત : ગરમીમાં ટાઢક કરતી ફ્રૂટડિશોની વૅરાયટી


સફરજન વેનિલા આઈસ્ક્રીમ

સામગ્રી : 

 ૪ સફરજન, બે ચમચા માખણ, ૧/૪ ચમચી મીઠું, ૨ ટુકડા તજ (વાટેલા), ૨ સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ, ૨ લીંબુનો રસ, ૨ ચમચા ખાંડ.

સજાવવા માટેની સામગ્રી :  લીંબુના પતીકાં અને સફરજનની  લાંબી ચીર.

રીત : 

બધાં સફરજનને ધોઈને લાંબા ટુકડા કાપો, કઢાઈમાં માખણ ગરમ કરી, તેમાં સફરજનના ટુકડા નાખી ૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. હવે ગેસ બંધ કરી તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખો. ૧૦-૧૫ મિનિટ સુધી ફ્રીઝરમાં  જમાવવા મૂકો. પીરસતી વખતે ઉપરથી વેનિલા આઈસ્ક્રીમ નાખો.

એપલ ટાર્ટ

ટાર્ટ માટેની સામગ્રી :  ૧ કપ મેંદો, ૧/૩ કપ આઈસિંગ શુગર, ૧ ચમચો કોકો પાઉડર, ૩ ચમચા માખણ, ૨-૩ ચમચી દૂધ.

પૂરણ માટેની સામગ્રી : ૪ સફરજન, ૧/૨ કપ ખાંડ, ૧ ચપટી તજનો બારીક ભૂકો, ૧ ચપટી જાયફળનો ભૂકો, બે મોટી એલચી (વાટેલી)

સજાવવા માટેની સામગ્રી : ૧ કપ ક્રીમ ફીણેલું.

રીત : 

અને કોકો પાઉડર ચાળી લો. માખણ અને આઈસિંગ સુગર ફીણી લો. તેમાં મેંદો અને કોકો પાઉડર ભેળવી લોટ બાંધો. તેમાં થોડું દૂધ પણ ભેળવો. આ લોટને ૧/૨ કલાક ફ્રિજમાં રાખો. ત્યારબાદ ૧/૪ કલાક ફ્રિજમાં રાખો. ત્યારબાદ ૧/૪ ઈંચ જાડું વણી લો. ટાર્ટને લીંબુ અને ઘીથી ચીકણું કરો. બીબાના આકારની પુરી કાપો અને જમાવવા દો. કાંટાથી થોડું ગુંદી પહેલેથી ગરમ ઓવનમાં ૧૦ મિનિટ બેક કરો. પછી તેને કાઢીને ઠંડુ પડવા દો.

સફરજનની છાલ ઉતારી છીણી લો. જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ નાખી ચડવા દો. મિશ્રણ જામ જેવું ઘટ્ટ થાય એટલે તજ, જાયફળ, અને એલચીનો ભૂકો નાખી ઉતારી લો. ઠંડુ પડે એટલે ટાર્ટમાં ભરો. ઉપર ફીણેલા ક્રીમથી સજાવો.

બનાના રોલ

સામગ્રી : 

 ૩ પાકાં કેળાં, બે ચમચા લોટ, બે ચમચા ઘી કે તેલ, ૧/૨ કપ છીણેલું પનીર, ૧૦-૧૨ બદામ, ૧૦-૧૨ પિસ્તાં, ૧/૨ કપ સૂકા નાળિયેરની છીણ, ૧/૨ કપ ખાંડ, ૧/૨ કપ મિલ્ક પાઉડર કે માવો.

લોટને ઘી કે તેલ લીધા વગર બદામી રંગે શેકો. કેળાની છાલ ઉતારી કાપી લો અને ઘી ગરમ કરી બરાબર શેકો. તેમાં ખાંડ અને શેકેલો લોટ નાખી બરાબર ચડાવો. થોડું ઠંડુ પડે પછી પનીર, માવો અને અડધી નાળિયેરની છીણ મિક્સ કરો. થોડું મિશ્રણ લઈ વચ્ચે બદામ અને પિસ્તાં રાખી લાંબા રોલ બનાવો. બાકી વધેલી નાળિયેરની છીણમાં લપેટી ઠંડા રોલ પીરસો.

સફરજન શાહી ટોસ્ટ

સામગ્રી :  

૪ બ્રેડ (વાટકીથી ગોળાકારમાં કાપી લો), ૧ સફરજન (છીણેલું), ૩ ચમચા મધ, ૨ ચમચા ક્રીમ, સજાવવા માટે ચેરી, તળવા માટે તેલ.

ચાસણી માટે :  ૧ કપ પાણીમાં  ૨ ૧/૨ ચમચા ખાંડ નાખી ૧ મિનિટ ઉકાળો.

સજાવવા માટે : છીણેલા સફરજનમાં ંમધ અને ક્રીમ ભેળવો.

ગોળ બ્રેડને ગુલાબી રંગે તળી લો. પછી ચાસણીમાં ડુબાડી તરત કાઢી લો.

હવે તેના પર સફરજનની છીણ, મધ અને ક્રીમનું મિશ્રણ પાથરો. છેલ્લે ચેરીથી સજાવો.

બનાના મૅજિક

સામગ્રી : બે મોટાં કેળાં, ૧૫૦ ગ્રામ પનીર, ૧ કપ ખાંડ, ૧/૨ કપ પાણી, ૧/૨ ચમચી લીંબુનો રસ, ૮-૧૦ તાંતણા કેસર, ૨-૩ ટીપાં કેસરનો રંગ.

રીત :  કેળાના કદ જેટલા પનીરના ટુકડા સમારો, હવે કેળાને  એવી રીતે કાપો કે તે નીચેથી જોડાયેલું રહે. ચીરની વચ્ચે પનીરનો ગોળ ટુકડો લગાવી દો. ખાંડ અને પાણી ઉકાળી ચાસણી બનાવો.  લીંબુનો રસ નાખી ગાળી લો. કેસરને થોડા ગરમ પાણીમાં પલાળો. પછી તેને મસળીને ચાસણીમાં ભેળવી દો. 

થોડો વધારે ઘાટો રંગ જોઈતો હોય તો કેસરનો રંગ નાખો. ગેસ બંધ કરી ચાસણી ઠંડી પડવા દો. 

હવે એક લાંબી ડિશમાં કેળા અને પનીરને ગોઠવો. ઉપરથી કેસર સિરપ નાખી પીરસો.

- હિમાની

facebook twitter