- લિપસ્ટિક લગાડવાની યોગ્ય રીત જણાવશો જેથી આખો દિવસ ટકી રહે.મારી બહેન લિપસ્ટિક લગાડે છે તો હોઠની બહાર આવી જાય છે જેથી હોઠનો આકાર ખરાબ દેખાય છે.
હું ૨૦ વરસની યુવતી છું. મારા હાથ બદસુરત દેખાય છે.આંગળીઓ પર વાંકીચુંકી છે.જેથી કોઈ પણ નેલપોલિશ સારી દેખાતી નથી મને ક્યા રંગનું નેલપોલિશ લગાડવું જોઈેએ તે સલાહ આપશો.
એક યુવતી (જામનગર)
* ખૂબસૂરત નાજુક હાથ પર દરેક રંગ સુંદર લાગે છે.પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી, થોડી દેખભાળથી તમે થોડા જ દિવસોમાં હાથને સુંદર બનાવી શકશો.તે માટે તમે કોઈ ક્રિમ અથવા બોડી લોશનથી નિયમિત હાથ પર મસાજ કરવાથી ફાયદો થશે.અઠવાડિયે ેએક વખત ઉબટન લગાડવું. મેનિક્યોર કવાથી હાથ સુંદર દેખાય છે.આ ઉપરાંત ાટલું ધ્યાનમાં રાખવું.
તમારી ત્વચા રૂક્ષ હોય તો દિવસમાં ત્રણ ચાર વખત હાથમાં ક્રિમ લગાડવું.
ઊચ્ચ ગુણવત્તાયુક્ત નેઈલ પોલિશ રિમુવરનો ઉપયોગ કરવો.
આંગળીોનો મસાજ કરવો.આવશ્યકતા પર બ્યુટિશિયનની સલાહ લેવી.
ઘેરા રંગની નેેઈલ પોલિશ લગાડવાથી લોકોવું ધ્યાન નખ તરફ ખેંચાય છે તેથી તમે હળવા આચ્છા રંગનું નેઈલ પોલિશ લગાડશો.
હું ૨૨ વરસની યુવતી છું.લિપસ્ટિક લગાડવાની યોગ્ય રીત જણાવશો જેથી આખો દિવસ ટકી રહે.મારી બહેન લિપસ્ટિક લગાડે છે તો હોઠની બહાર આવી જાય છે જેથી હોઠનો આકાર ખરાબ દેખાય છે. અમારી સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક યુવતી (ભુજ)
* પ્રથમ હોંઠ પર હળવું કોમ્પેક્ટ લગાડવું.લિપ લાઈનર થી આઉટલાઈન કરી બ્રસની સહાયતાથી લિપસ્ટિક લગાડવી.હોંઠની વચ્ચે ટિશ્યૂ પેપર રાખી હોઠ પર દબાવવો જેથી વધારાની લિપસ્ટિક શોષાઈ જશે.એમ કરવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી રાખી શકાય છે.
તમારી બહેન લિપસ્ટિક લગાડે તે પહેલાં લિપ લાઈનરનો ઉપયોગ કરવો.લિપ લાઈનરથી હોઠને આઉટ લાઈન કરવી ત્યાર બાદ બ્રશથી લિપસ્ટિક લગાડવી.ગ્લોસી લિપસ્ટિની બદલે મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવો.જેથી બહાર ફેલાય નહીં.આ ઉપરાંત લિપસ્ટિક લગાડતાં પૂર્વે હોઠ પર થોડો પાવડર થપથપાવવો.
હું ૨૦ વરસી યુવતી છું.મારો ચહેરો તૈલીય હોવાથી મેં ચહેરા પર રાતના લીંબુનો રસ લગાડવાનું શરૂ કર્યુ છે શું લીંબુનો રસ લગાડવાથી લાંબાગાળે મને તકલીફ થશે.મારા ચહેરા પર ખીલ છે તે જામશો.
મારી બીજી તકલીફ એ છે કે હું અઠવાડિયે એક વખત વાળમાં તેલ નાખું છું.અને બીજે જ દિવસે મારા કપાળ પર ખીલ ફૂટી નીકળે છે.મારી આ બન્ને સમસ્યાનું નિવારણ જણાવશો.
એક યુવતી (ગુજરાત)
* જ્યા સુધી લીંબુનો રસ તમારી ત્વચા પર બળતરા નથી કરતો ત્યાં સુધી કાંઈ વાંધાજનક નથી.લીંબુના રસમાં દૂધ તથા એક ચમચી જવનો લોટ ભેળવવાથી ત્વચા મુલાયમ થશે.
તમે ચેહેરા પર ગ્રીસી તથા ચિકાશયુક્ત ક્રિમનો ઉપયોગ કરવો નહીં.તમારા વાળ લીંબુયુક્ત શેમ્પુથી અઠવાડિયે ત્રણ વખત ધોવા.અને છેલ્લે વાળ ધોતી વખતે લીંબુના રસ ભેળવેલ પાણીથી ધોવું.
તમારા વાળમાં કુદરતી જ તેલ હોવાથી તમે વધારાનુું તેલ વાળમાં નાખશો નહીં.વધારાના તેલથી ચહેરા પર ખીલ ફૂટી નીકળશે.ચહેરા ધોવા હળવો સાબુ વાપરશો.
- સુરેખા