પુષ્પ તો દીધું
દોડતાં દોડતાં અફરાઉં છું પડી જાઉં છું
હિંમત રાખી ફરીથી ઊભો થઈ જાઉં છું
નજર દૂર દૂર કરું, સાથી
સૌ આગળ પહોંચ્યા
પકડવા તો છે પગો દગો દઈ રહ્યા છે
આંખ સામે અંધકાર છવાઈ ગયો છે, ગાઢ
ડરામણા પડછાયા નગ્ન બન્યા છે ઠેર ઠેર
નૃત્ય તેમનું અળખામણું લાગે છે મને
પણ મનને મનાવી લઊં છું,
લાચાર બની
અચાનક કોઈકે હાથ પકડી ઉઠાડયો મને
નજર કરી તો સુંદરી સ્મિત વેરતી હતી
સ્પર્શ માત્રે દિલમા અનેરો ઉન્માદ જાગ્યો
ભૂલી ગયો બીછડેલા જૂના સાથી સૌને
જીવન છે, 'ઈશ્વર'નું દીધેલું મોંઘેરું આ
દેર તો જરૂર કરી તેં,
પણ પુષ્પ તો મધુરું દીધું
ઈશ્વર અંચેલીકર (સુરત)
જીવન જીવી લઈએ
પ્રેમથી જીવન જીવી લઈએ
પછી તો ફ્રેમમાં જીવવાનું છે
ચઢાવશે કોઈ
ફૂલ કે કાંટા
ફોટામાં હસતા રહેવાનું છે
મળશે જગ્યા આ દીવાલ પર
ત્યાંથી બધું જોયા કરવાનું છે
છોડી દો આ બધી
માયા મમતા
આપણે તો એકલા જવાનું છે
ગાડી, વાડી,
લાડી અને વૈભવ
આ બધું અહિંયા જ રહેવાનું છે
ઝાડ સૂકાઈ ગયું
ફળ વિના
એને પણ હવે કાપવાનું છે
સ્વાર્થી સગા છે
ઘણાં જગતમાં
માટે દુર્ગુણો ભૂલી જવાનું છે
આવવું અને જવું નક્કી જ છે
તો પછી સૌને વ્હાલા થવાનું છે
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
દિવાનગી
જવાની રે દિવાની હતી રે તે જમાને રે
તે કાળ તે સમય યાદની જલક રે
નજર નજરોને મળી ગઈ ને હાસકારો રે
સમયની બલીહારી થઈને યાદ તાજી રે
ચાહત તો ઘણીબધી વધી હતી ગઈ રે
સાથ તો તમારો ઝંખતો બહુ રે
સમય પણ ક્યાં સરી ગયો જે રે
સદા માટે ઇચ્છા અધૂરી રહી ગઈ રે
યાદ તો આવી જાયે આ દિલમાં રે
વર્ષોના વહાણા વહી ગયા જે રે
તમો ક્યાં અને કેવી હાલતમાં રે
કશી જાણ તમારી મળતી નથી રે
દિલ ગૂંગળાય જાયને આંસુ સરે રે
જે તમારા નામમાં ભળે છે રે
'જબ સામ ઢલ જાયે તબ મુઝે રે
યાદ કર લેના' ભાવે જાગ્યા રે
દુનિયા છોડવાના સમય દેખાય રે
જયંત કહે મળશું જરૂર બીજા ભવે રે
જયંત વોરા
મા
શબ્દો બોલાતા બંધ થઈ ગયા
અધૂરી અહીં લોરી રહી ગઈ
ઝૂલતું પારણું બંધ થઈ ગયું
હાથમાં ખાલી દોરી રહી ગઈ
પૂર્ણ કોઈ થઈ નહીં આશા
મમતા એની અધૂરી રહી
બસ ભૂલી ભૂલાઈ નહીં એવી
યાદ એની અધૂરી રહી ગઈ
મા હવે અહીં મા નથી રહી
પ્રભુની એ પ્યારી થઈ ગઈ
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
જીભ
જીભથી જગે જન... જીભથી જગે મન...
રૂદિયાને કરે ઘાયલ
જીભ છે તેવી ગન... ઘર જગે, ગામ જગે
જગે વન-ઉપવન...
રૂદિયાને કરે ઘાયલ
જીભ છે તેવી ગન...
જીભ પર રાખે જે લગામ
તેને જગ કરે છે સલામ...
લોક તેનું લોયે નંઈ વચન...
રૂદિયાને કરે ઘાયલ જીભ છે...
કહે મારી જીભ જેણી જીતી
તેણે જગને જીત્યું
ભણે છે તેમ સજ્જન...
બીજલભાઈ મારૂ (ભાવનગર)
સુખ-દુ:ખ
એક રાહ પર ખુશી હતી
તો બીજા પર ગમ
મેં પસંદ કરી ખુશી
મને ખુશ રહેવાના અભરખા હતા
પણ ગમને ક્યાં મને છોડવી હતી
તે બે ડગલાં મારાથી આગળ હતું
ખુશીની એક પળ જ્યાં હરખાવું
ત્યાં ગમ આવીને રડાવે
સુખ-દુ:ખની આ માયાજાળ કોણે બનાવી
અંતે વિચારું કે હંમેશા ખુશ રહેવું છે
ગમને મારી હટાવવું છે
આરંભમાં બહુ અઘરું લાગ્યું
પણ અશક્ય નહીં
ત્યારથી બસ હવે હું ખુશ છું
ગમને અલવિદા કહી દીધું છે
ખુશ રહેવાની આ કોશિશ કેટલી હસીન છે
સદાય હવે આમજ રહેવું છે
મારી આસપાસ ખુશી ફેલાવું છું
દિન દુખિયાના ચહેરા પર સ્મિત રેલાવું છું
હવે તો આજ જીવનમંત્ર છે
સદાય બીજાના સુખમાં સુખ છે
અલકા મોદી (મુંબઈ)
મુક્તિધામ
આમ મારા નામનું
ના તો નામ થયું
પ્રેમના ઘુંટયા શબ્દો તો બદનામ થયું
'હૃદય' ફૂલાતું રહ્યું તારી હૂંફ લઈ
આખરે પુષ્પ ખર્યું, ક્યું ઈનામ થયું?
ખામ જેવું મામ ઉતાર્યું... પ્રિયકરે
શું હસ્યો 'વિનુ'
દગા કેરું ડામ થયું
મગજતંતુ પર શ્રદ્ધા પ્રહારો કરવાં
સામ સ્પંદનનું ફરી કતલેઆમ થયું
એ તવન્ગી તો વસી આંખે ફાગ સમી
ગઝલ લખતાં કલમનું લિલામ થયું
આંગણું રાખો સજાવી રંગોળીથી
ઘર કહે કે 'મન' હવે 'મુક્તિ ધામ' થયું
વિનોદચન્દ્ર બોરીચા 'વિનુ' (મુંબઈ)
ઘરમાં કોઈ લાગતું નથી
ઘરમાં કોઈ લાગતું નથી
અને આ દિલમાં કોઈ ઝાંખતું નથી
પહાડો બની ગયા છે
દુ:ખના પણ
તેને કોઈ 'માંઝી' બની
તોડી નાખતું નથી
વિચારું છું કુદી જાઉ આ દરિયામાં
પણ મને ડુબાડે એટલું પાણી
એનામાં લાગતું નથી
રાતો ઘણી લાંબી છે તો પણ
કોઈ મારા માટે જાગતું નથી
ફરિયાદ કરું કોને હવે આ દિલની
તેને સમજે એવું પ્રેમી પાગલ હવે
કોઈ લાગતું નથી
ધવલ આર. પરમાર (અમદાવાદ)