- ફોતરાવાળી બદામના ફોતરાને બાળી તેની રાખ દાંતે ઘસવાથી દાંત પરની પીળાશ દૂર થાય છે.
- કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે.
- કેળાં વધુ પ્રમાણમાં લેવાઈ ગયાં હોય તો રેફ્રિજરેટરમાં મૂકી રાખવા કેળાની છાલ કાળી પડશે પરંતુ અંદરથી કેળું ખરાબ નહીં થાય.
- સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.
- પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો.
- સ્તનપાન કરાવતી માતા નાસપતિ, દ્રાક્ષ, ચીકુ ખાય તો ધાવણ વધુ આવે છે.
- હુૅફાળા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાનો કફ તેમજ સોજો ઓછો થાય છે. દિવસમાં છ-સાત વખત કરવાથી ફાયદો થાય છે.
- જાંબુના કોમળ પાનને વાટી પાણીમાં ભેળવી કોગળા કરવાથી મુખમાંના છાલાથી રાહત થાય છે.
- સરસવના તેલમાં આદુ છૂંદીને નાખી ઉકાળવું. કપડાથી ગાળી આ તેલ દરદ કરતા સાંધા પર લગાડવાથી રાહત થાય છે.
- મુખમાંના ચાંદાથી રાહત પામવા ત્રણ-ચાર વખત ચમેલીના પાન ચાવવા.
- એક ભાગ ગ્લિસરીન અને ત્રણ ભાગ ગુલાબજળ ભેળવી શુષ્ક ત્વચા પર લગાડવાથી ફાયદો થાય છે.
- ખાદ્ય પદાર્થ બળવા લાગે કે દૂધ તપેલામાં નીચે ચોંટવા લાગતું જણાય તો તરત જ વાસણને સિન્કમાં ઠંડા પાણીમાં રાખવું જેથી દાઝ્યાની ગંધ ખાદ્ય પદાર્થમાંથી ઊડી જશે.
- અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ નાખવાથી વાળ મુલાયમ રહેશે. શુષ્ક વાળ માટે સારો ઉપચાર છે.
- રોજના વપરાશમાં રહેતા હીરાના ઘરેણા પર ધૂળ-માટી ચોંટી જવાથી મેલા થઇ જતા હોય છે તેને ચકચકિત કરવા હળવા સાબુના દ્રાવણમાં થોડી વાર પલાળી રાખી નાજુક ટૂથબ્રશથી (બેબી માટે વપરાતા)હળવેથી ઘસવું.
- પેટીસ,કટલેટ બનાવવાના બટાકાને પાણીમાં રાખી બાફવા નહીં. કૂકરમાં પાણી ભરી એક વાસણમાં બટાટા મૂકી બાફવાથી બટાકા સૂકા થશે તેથી પેટીસ,કટલેટ સારી થશે.
- મિનાક્ષી તિવારી