અમરાઇવાડીમાં મારી પત્નીને સાથે કેમ તકરાર કરે છે કહેતા છરીના ઘા મારતાં યુવક ગંભીર

09:35 PM Apr 15, 2024 |

અમદાવાદ, સોમવાર

અમરાઇવાડી વિસ્તારમાં પડોશી યુવક કોઇક કારણોસર શ્રમજીવી યુવકની મહિલાને અવાર નવાર ગાળો બોલીને તકરાર કરતો હતો. જેથી યુવક પડોશીને સમજાવવા જતાં ઉશ્કેરાઇને યુવકનો કોલર પકડીને લાફા માર્યા બાદ આડેધડ છરીના ઘા મારીને યુવકને લોહી લુહાણ કરીને આરોપી ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમજાવવા જતાં શ્રમજીવી યુવકને કોલર પકડી લાફા મારી ઢોર માર મારીને આડેધડ છરીના ઘા મારી લોહી લુહાણ કરીને મારી નાખવની ધમકી આપી

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે  આરોપી ફરિયાદીની પત્ની સાથે કોઇક કારણોસર છેલ્લા ઘણા સમયથી ગાળો બોલીને તકરાર કરતો હતો ગઇકાલે પણ  તેણે તકરાર કરી હતી.

જેથી યુવક તેના ઘર પાસે જઇને આરોપીને કેમ મારી પત્ની સાથે તકરાર કરે છે તેમ કહીને સમજાવવા માટે પ્રયાસ કરતો હતો આ સમયે આરોપીએ ઉશ્કેરાઇને યુવકનો કોલર પકડીને લાફા માર્યા બાદ ઢોર માર માર્યા બાદ છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કરી મૂક્યો હતો બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતાં આરોપીે જતા જતા ધમકી આપી કે હવે પછી મારુ નામ લીધુ ંછે તો જાનથી મારી નાંખીશ. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.