+

નરોડામાં રૃપિયાની લેતી દેતીમાં યુવક ઉપર ફાયરિંગ કરનારા ત્રણ ઝડપાયા

અમદાવાદ,મંગળવાર

નરોડામાં પાંચ દિવસ પહેલા યુવક ઉપર બે અજાણ્યા શખ્સો બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીને  પિસ્ટલ સાથે પકડી પાડયા હતા. પોલીસ તપાસમાં ભોગ બનાનારા યુવકે વ્યાજે લીધેલા રૃપિયા આપવાની ના પાડી હતી જેથી તેને આરોપીએ યુવકને મારી નાખવાના ઇરાદે શાર્પૂ શૂટરને રૃા. ૬૦ હજારની સોપારી આપી હતી. જેથી આરોપીઓ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. જો કે સદનસીબે યુવક બચી ગયો હતો.

યુવકે વ્યાજે લીધેલા રૃપિયા પરત આપવાની ના પાડતાં હત્યા કરવા ૬૦ હજારની સોપારી આપી હતી

નરોડા વિસ્તારમાં યુવક ઉપર પાંચ દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ તેમના ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં યુવકને ડાબા હાથની કોણીના ભાગે કંઇ વાગ્યું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીને જશોદાનગર ઓવર બ્રિજ પાસેથી આરોપીઓને ઝડપી પાડયા હતા. 

જેમાં નયન (નરોડા) નિરવ (ખેડા) અને અર્જુન (દાહોદ)ને બે દેશી તમંચા, કારતુસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓએ કબુલાત કરી હતી કે, નયન ભાડે મકાન રાખી નરોડા રહેતો હતો ત્યારે તેણે યુવકને વ્યાજે પૈસા આપ્યા હતા. જે પૈસા તેણે પરત માગ્યા પરંતુ યુવકે પૈસા ન આપી ઝઘડો કર્યો હતો. જેથી નયને ગોરખપુરથી બે દેશી તમંચા અને પાંચ કારતૂસ મંગાવ્યા હતા. આ દેશી તમંચા અર્જુનને ૬૦ હજારની સોપારી  આપી હતી અને તેના સગા નિરવને મદદમાં લઇને તેઓેએ પંદર દિવસ સુધી રેકી કરી હતી અને મોકો મળતા ફાયરિંગ કરીને નાસી ગયા હતા.

facebook twitter