- બેંકમાં એફડી કરાવી હતી છતાં પૈસા ઉપડી ગયા
- કપડવંજ રૂરલ પોલીસ મથકે તેમજ ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરાઇ
પરંતુ તારીખ ૧૨-૩-૨૪ અંદાજે સવારે દશ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા ૩,૩૩,૦૦૦ ની એફ ડી વ્યાજ સહિત ૩,૩૩,૯૭૦ ની રકમ ની છેતરપિંડી થયાનું માલુમ પડતાં તેઓએ રૂબરૂમાં બેંકમાં તપાસ કરી સત્તાવાર માહિતી પ્રાપ્ત કરતા ફરીયાદીને એફ ડી છેતરપિંડી આશ્ચર્યજનક રીતે થઇ હોવાનું જણાવ્યું હતું . ત્યાર બાદ તેઓએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી .તેમજ નડિયાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ નડિયાદ ખાતેપણ બેંક વિરુદ્ધ માં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ફરીયાદીની એફ ડી રકમની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં ફરીયાદી એ રૂબરૂમાં છેતરપિંડી થઈ હોવા બાબતે બેંક ને ૧૩-૩-૨૪ના રોજ અરજી કરી જાણ કરી હતી. પરંતુ ફરીયાદીના જણાવ્યા અનુસાર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. હોવાનું બેંક ની સેવા માં બેદરકારી ભર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો. છેતરપિંડી અંગે કપડવંજ રૂરલ તેમજ ગ્રાહક તકરાર નિવારણ નડિયાદ ખાતે ફરીયાદ કરેલ છે