મેષ : આપના યશ પદ ધનમાં વધારો થાય એવું કામકાજ થવાથી આનંદ રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
વૃષભ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. કામ ઉકેલાય.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કર્ક : કોર્ટ કચેરીના કામમાં રાજકીય સરકારી કામમાં સંસ્થાકીય કામમાં આપે સંભાળવું પડે. હરિફવર્ગની મુશ્કેલી જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો રહે. વાણીની સંયમતાથી કામકાજમાં સરળતા થતી જાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત અનુભવો.
તુલા : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપે તન મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.
ધન : આપના કામકાજમાં સાનુકુળતા રહે. અન્યનો સાથ મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મકર : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.
કુંભ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના માટે ખર્ચ ખરીદી જણાય.
મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.
- અગ્નિદત્ત પદમનાભ