+

વાંચો તમારું 16 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય


Astro: વાંચો તમારું આજનું રાશિ ભવિષ્ય

મેષ : આપના ગણત્રીધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. માતૃપક્ષની મિત્રવર્ગની ચિંતા જણાય.

વૃષભ : આપના કાર્યમાં ઉપરી વર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.

મિથુન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કર્ક : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહિ શકો. જો કે મહત્વના નિર્ણય લેવામાં આપે ચર્ચા-વિચારણા કરી લેવી.

સિંહ : આપના કાર્યમાં પ્રતિકૂળતા રહે.બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કન્યા : આપના કાર્યમાં સંતાનનો સાથ મળી રહેતાં રાહત અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય શુભકાર્યથી આનંદ રહે.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન મકાન વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા મળી રહે. હર્ષ-લાભ રહે.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.

ધન : આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. વધુ પડતી દોડધામ શ્રમ તાણના લીધે તબીયતની અસ્વસ્થતા જેવું લાગે.

મકર : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય. ધર્મકાર્ય શુભકાર્ય થાય.

કુંભ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. મોસાળપક્ષ સાસરીપક્ષનું કામકાજ જણાય.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.

- અગ્નિદત્ત પદમનાભ

facebook twitter