વાંચો તમારું 17 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

10:09 PM Apr 16, 2024 |


મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહિં. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ રહે.

વૃષભ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થાય.

મિથુન : આપના કામમાં કુટુંબ પરિવારનો સાથ-સહકાર જણાય. બેંકના વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકુળતા રહે.

કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકુળતા મળી રહે. મુલાકાત થાય.

સિંહ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. હરિફ વર્ગનો સામનો કરવો પડે.

કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સરળતા મળી રહે. કામનો ઉકેલ આવતાં આનંદ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.

તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.

વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

મકર : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

કુંભ : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

મીન : આપના કામમાં આવેલી રૂકાવટને આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી દૂર કરી કામનો ઉકેલ લાવી શકો. હર્ષ લાભ રહે.

- અગ્નિદત્ત પદમનાભ