+

મેષ-સિંહ સહિત આ ચાર રાશિના જાતકો ચેતજો! મીન રાશિમાં માર્ગી થશે બુધ, પડશે અશુભ પ્રભાવ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને બુદ્ધિ અને જ્ઞાનનો ગ્રહ માનવામાં આવે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો શાસક ગ્રહ પણ છે. એવું કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તો બીજી બાજુ જો બુધની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી જાય છે. 25 એપ્રિલે મીન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે બુધ, તેથી આ કારણે કઈ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે તે જાણીએ?

મેષ-સિંહ સહિત આ ચાર રાશિના જાતકો ચેતજો! 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં બુધનું સીધું ભ્રમણ મેષ રાશિના લોકો માટે શુભ અસર લાવતું નથી. મેષ રાશિના જાતકોની યોજનાઓ આ સમયે સફળ નહીં થાય. આર્થિક નુકસાન થવાની સંભાવના છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ રાશિના લોકોને કાર્યસ્થળ પર ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સખત મહેનત કરવા છતાં નોકરીમાં દબાણ રહેશે અને તમારી મહેનતનું પરિણામ મળવામાં વિલંબ થશે. સખત મહેનત કર્યા પછી પણ કોઈ આર્થિક લાભ થશે નહીં. 

સિંહ

આ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ નથી. તમારા કરિયરમાં તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક કરિયરની ગતિ ધીમી રહેશે. વિદેશ પ્રવાસની તકો પણ મળી શકે છે, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ નહી મળે. પૈસા કમાવવાની આર્થિક ક્ષમતા નબળી રહેશે. પૈસા સંબંધિત યોજનાઓ સફળ નહીં થાય.

મીન

બુધ માત્ર મીન રાશિમાં જ માર્ગી થવાનો છે. આ સ્થિતિમાં તેમના પર કોઈ વધારે સારી-નરસી અસર જોવા મળશે નહિ. જોકે આ સમયગાળામાં મીન રાશિના જાતકોનો નાણાં પ્રવાહ બેકાબૂ બની શકે છે અર્થાત ખર્ચ વધી શકે છે. સમય કઠોર છે તેથી તમે ગમે તેટલી મહેનત કરશો પરંતુ પરિણામ સરળતાથી નહિ મળે. વ્યાવસાયિક જીવનમાં પણ સંઘર્ષ સર્જાઈ શકે છે. ધંધા-વેપારમાં વધુ મહેનત કરવી પડશે તો જ તમને ઇચ્છિત પરિણામ મળશે. આ કપરા સમય માટે મીન રાશિ જાતકોએ યોગ્ય યોજના ઘડવી જોઈએ.

વૃશ્ચિક

બુધનું મીનમાં માર્ગી થવું વૃશ્ચિક રાશિના જાતકો માટે પડકારો લાવી રહ્યું છે. જોકે કાર્યસ્થળે આ સમયે તમને નામના મળી શકે છે. તમને સિનિયર સહકર્મીઓનો સહયોગ મળશે નહિ, મન ઉદાસ રહેશે તેથી મનમાં નોકરી બદલવાના વિચારો આવતા રહેશે. વેપારમાં પ્રતિસ્પર્ધીઓ તરફથી ભારે સ્પર્ધા જોવા મળી શકે છે જે અંતે તણાવને વધારી શકે છે. સ્પર્ધા વધતા નફાકારકતા ઘટશે અને પૈસા કમાવવાની ક્ષમતા પણ પ્રભાવિત થશે.

facebook twitter