હવે જો ઈઝરાયલે હુમલો કર્યો તો... ઈરાનના વિદેશ મંત્રીએ આપી કંઈક આવી ધમકી

05:43 PM Apr 16, 2024 |

image : Twitter

Israel Iran War :ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયલે વળતો જવાબ આપવાનુ એલાન કર્યુ છે તો ઈરાન પણ પીછેહઠના મૂડમાં નથી. ઈરાને કહ્યું છે કે, જો ઈઝરાયલે હવે હુમલો કર્યો તો તેનો તરત જ જવાબ આપીશું અને આ વખતે પહેલા કરતા પણ વધારે શક્તિશાળી અને વધારે વ્યાપક સ્તર પર હુમલો કરીશું.

ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયને બ્રિટનના વિદેશ મંત્રી સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ટઈઝરાયલ જો અમારા પર હુમલો કરશે તો તેને વધારે વિનાશકારી  જવાબ અમે આપવા માટે તૈયાર છે. ઈઝરાયલે સીરિયા ખાતે ઈરાનના દૂતાવાસ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ જ અ્મે ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યો હતો અને તે અમારો કાનૂની અધિકાર પણ હતો. સમગ્ર મિડલ ઈસ્ટમાં અત્યારે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિ પાછળ ઈઝરાયલની સરકારની વિનાશકારી નીતિ જવાબદાર છે.'

ફોન પર થયેલી વાતચીત બાદ બ્રિટનના વિદેશ મંત્રી કેમરુને કહ્યું હતું કે, 'મેં ઈરાનના વિદેશ મંત્રીને સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાને બેજવાબદારીપૂર્ણ  હુમલા કરવા પર રોક લગાવવી પડશે સાથે સાથે પોર્ટુગલની માલિકીના કબ્જે કરાયેલા જહાજને પણ મુકત કરવું પડશે.'

બીજી તરફ અ્મેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ફરી એક વખત ઈઝરાયલની સુરક્ષામાં મદદ કરવાનુ વચન આપ્યું છે.