+

ઊંચા મૂલ્યાંકન વચ્ચે પણ ઘરેલું મ્યુ. ફંડ દ્વારા ઈક્વિટી રોકાણમાં વધારો


મુંબઈ : ભારતીય ઈક્વિટીઝમાં ઊંચા મૂલ્યાંકન વચ્ચે પણ ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસ દ્વારા ઈક્વિટી રોકાણમાં વધારો કરાઈ રહ્યો હોવાનું કહી શકાય એમ છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી તથા ફેબુ્રઆરીની સરખામણીએ મ્યુચ્યુઅલ ફન્ડો પાસે માર્ચમાં કેશ ઓન હેન્ડની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફન્ડ હાઉસો પાસે માર્ચ કેશ ઓન હેન્ડની માત્રા કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની ૪.૭૦ ટકા રહી હતી જે ફેબુ્રઆરીમાં ૪.૮૨ ટકા હતી. 

ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફન્ડો પાસે માર્ચના અંતે કેશ ઓન હેન્ડની રકમ  ઘટી રૂપિયા ૧.૩૩ લાખ કરોડ રહી હતી એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના સુત્રોએ જણાવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૨૩ના કેશ ઓન હેન્ડ કુલ એયુએમના ૪.૨૦ ટકા રહી હતી જે જાન્યુઆરીમાં વધી ૪.૩૬ ટકા અને ફેબુ્રઆરીમાં ૪.૮૨ ટકા રહી હતી, પરંતુ માર્ચમાં તેમાં ફરી ઘટાડો થયો હતો જે  ફન્ડ હાઉસો દ્વારા ઈક્વિટીઝ રોકાણમાં વધારો થયાનું સૂચવે છે.

માર્ચમાં ૪૨ મ્યુચ્યુઅલ ફન્ડો કાર્યરત હતા તેમાંથી ૨૬ ફન્ડોએ તેમની કેશ ફાળવણીમાં વધારો કર્યો હતો જ્યારે ૧૬ દ્વારા માર્ચમાં કેશ ફાળવણી ઘટાડવામાં આવી હતી. 

માર્ચમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ શ્રેણીમાં નેટ ઈન્ફલોઝ ૧૬ ટકા ઘટી રૂપિયા ૨૨૬૩૩.૧૫ કરોડ રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં રૂપિયા ૨૬૮૬૫.૭૮ કરોડ રહ્યો હતો. 

facebook twitter